• શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર

આ સેવા દ્વારા અમો આપની પસંદગીનું કોઈપણ પુસ્તક તેમજ ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત હોય તે શોધી આપના સુધી નિઃશુલ્ક પહોંચાડી આપીશું.

આ પ્રવૃત્તિમાં હાલમાં વિવિધ શહેરો, રાજ્યો અને દેશોના હાલ ફેબ્રુઆરી 2025 સુધીમાં 6943 જેટલા વાંચકો જોડાઈ ચુક્યા છે. રાજકોટમાં આપણી ટીમના 2 સભ્યો દ્વારા વાંચકો સુધી પુસ્તકો પહોંચાડવામાં આવે છે. આપણી ટીમના 3 સભ્યો સતત બેક ઓફિસમાં કાર્યરત હોય છે. જેઓ પુસ્તકોની ઈન્કવાયરી નોંધી તેઓની પુસ્તક વાંચનની ભૂખ સંતોષે છે.

આ અંતર્ગત અમે તમામ શાળા, કોલેજ, મંદિરો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ તેમજ વિવિધ જાહેર સ્થળોએ વાંચન જાગૃતિ માટે સેમિનાર લઈએ છીએ. વિવિધ શાળા(અંદાજિત 35) તથા કોલેજમાં "પુસ્તક પરબ" તેમજ "થેલી લાયબ્રેરી" ચલાવીએ છીએ.જેમાં આપણા સભ્યો સતત શાળા, કોલેજમાં મુલાકાતે જતા હોઈ છે. "થેલી લાયબ્રેરી" અંતર્ગત અમે દરેક વાંચકને 5 કે 10 પુસ્તકો 1 જ થેલીમાં આપીએ છીએ જેથી તેઓના ઘરમાં નાનું એવું પુસ્તકાલય બની શકે. શાળાઓમાંથી 11000+ બાળકો અમારી પાસેથી પુસ્તકો વાંચન માટે મંગાવે છે. અત્યાર સુધી 10 શાળામાં આપણે સફળતાપૂર્વક બાળકો સુધી થેલીઓ પહોંચાડી છે. આ પ્રક્રિયામાં આ મહિને જેટલી થેલીઓ આપી હોય તેના પછીના મહિને થેલીઓનું રોટેશન કરવાનું.

અમારી શોધક સેવામાં, અમો આપના મનપસંદ પુસ્તકો આપના સુધી નિ:શુલ્ક પહોંચાડી આપીએ છીએ. અંદાજિત 31,000 જેટલા પુસ્તકો અલગ અલગ વયના વાંચકો સુધી પહોંચાડ્યા છે.

આપ કદાચ રાજકોટની બહાર રહેતાં હો, તો પણ ચિંતાની કોઈ વાત નથી. અમે સંપૂર્ણ ભારતમાં કુરિયર દ્વારા પુસ્તકો પહોંચાડીએ જ છીએ, તેથી આપના સુધી પણ નિ:શુલ્ક રીતે પહોંચાડશું.

આ ઉપરાંત જેઓ વાંચન નથી કરતા તેમના માટે અમે દર રવિવારે સવારે 11 વાગ્યે બુક ટોક ઓનલાઇન ગુગલ મીટના માધ્યમ દ્વારા ચલાવીએ છીએ. અત્યાર સુધી 70 બુક ટોક્સ થઇ ગઈ છે. બુક ટોકના તમામ વક્તાઓ આપણને વોલન્ટિરીઅલી સેવા આપે છે.

શાળામાં પુસ્તક પરબ

વૃદ્ધાશ્રમમાં પુસ્તક પરબ

પુસ્તક વાંચન જાગૃતિ સેમિનાર

પુસ્તક વાંચન જાગૃતિ સેમિનાર

શોધક થેલી લાયબ્રેરી

શોધક થેલી લાયબ્રેરી

Our Team

શેફાલીબેન સંઘવી

સંચાલક

અલ્પેશભાઇ સોલંકી

સહ સંચાલક

મીતભાઈ પટેલ

ડિસ્પેચ હેડ

કિશનભાઈ ઉજ્જૈનિયા

ગ્રાફીક્સ

આયુષભાઇ કોઠારી

ટેકનિકલ મદદનીશ

નમ્રતાબેન કામદાર જોશી

બૂક ટોક સંચાલન

ઋત્વિકભાઇ પરમાર

બેક ઓફિસ